Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભારતના ઓપનરો બિનઅનુભવી છતાં સારી કક્ષાના છે : સાઉથી

વેલીંગ્ટન : મયંક અગરવાલ અને પૃથ્વી શોની ભારતના ઓપનીંગ બેટ્સમેનોની જોડી બિનઅનુભવી છે, પણ આગામી ટેસ્ટ શ્રેણીમાં તફાવત પાડવા માટે પુરતી આવડત ધરાવે છે, એવુ ન્યુઝીલેન્ડના સીનીયર ઝડપી ગોલંદાજ ટીમ સાઉથીનું માનવુ છે. ભારતને ઈજાના કારણે કેટલાક ખેલાડીની અછત છે, પણ તેની પાસે અન્ય ઘણા સારી આવડતભર્યા અને આશાસ્પદ ખેલાડી છે અને તેઓ બિનઅનુભવી હોવા છતા સારી કક્ષાના છે.

(2:30 pm IST)