Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

આઈપીએલનો કાર્યક્રમ....

૨૩મી માર્ચે ચેન્નાઈમાં પ્રથમ મેચ રમાશે

નવી દિલ્હી, તા. ૨૦ : મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ૨૩મી માર્ચના દિવસે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ સાથે ઇન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆત થશે. આઈપીએલના આ સત્ર માટે બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ગાળા દરમિયાન ૧૭ મેચો રમાશે. આ અવધિ દરમિયાન છ ટીમો ચાર ચાર મેચો રમશે જ્યારે બેંગ્લોર અને દિલ્હી પોતાની પાંચ લીગ મેચો રમશે. તમામ ટીમોની બે-બે મેચો સ્થાનિક મેદાને રમાશે. દિલ્હી ત્રણ મેચોનું આયોજન કરશે. આઈપીએલ સંચાલન પરિષદની બેઠક દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં સામાન્ય ચૂંટણી આવ અવધિમાં જ યોજાનાર છે જેથી પ્રથમ બે સપ્તાહ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ૨૩મી માર્ચના દિવસે પ્રથમ મેચ રમાશે.  પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ નીચે મુજબ છે.

¨    ૨૩મી માર્ચ ચેન્નાઈ સુપર-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ચેન્નાઈ)

¨    ૨૪મી માર્ચ : કોલકાતા નાઇટ રાઇડર્સ-સનરાઈઝ હૈદરાબાદ (કોલકાતા)

¨    ૨૪મી માર્ચ : મુંબઈ ઇન્ડિયન્સ-દિલ્હી કેપિટલ (મુંબઈ)

¨    ૨૫મી માર્ચ : રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (જયપુર)

¨    ૨૬મી માર્ચ : દિલ્હી કેપિટલ-ચેન્નાઈ સુપર (દિલ્હી)

¨    ૨૭મી માર્ચ : કોલકાતા નાઇટ-કિંગ્સ ઇલેવન પંજાબ (કોલકાતા)

¨    ૨૮મી માર્ચ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-મુંબઈ ઇન્ડિયન્સ (બેંગ્લોર)

¨    ૨૯મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ (હૈદરાબાદ)

¨    ૩૦મી માર્ચ : કિંગ્સ ઇલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સ (મોહાલી)

¨    ૩૦મી માર્ચ : દિલ્હી કેપિટલ-કોલકાતા નાઇટ રાઇડર્સ (દિલ્હી)

¨    ૩૧મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ (હૈદરાબાદ)

¨    ૩૧મી માર્ચ : ચેન્નાઈ સુપર-રાજસ્થાન રોયલ્સ (ચેન્નાઈ)

¨    પહેલી એપ્રિલ : કિંગ્સ ઇલેવન-દિલ્હી કેપિટલ (મોહાલી)

¨    બીજી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (જયપુર)

¨    ત્રીજી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નાઈ સુપર (મુંબઈ)

¨    ચોથી એપ્રિલ : દિલ્હી કેપિટલ-સનરાઈઝ હૈદરાબાદ (દિલ્હી)

¨    પાંચમી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ (બેંગ્લોર)

 

 

 

(7:38 pm IST)