Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સ્મિથ અને વોર્નર ન હોવાને લીધે યુવા ખેલાડીઓને નુકશાન : હેઝલવૂડ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઇસ-કેપ્ટન ડેવિડ વોર્નર પરના પ્રતિબંધને ટીમના યુવાઓ માટે નુકસાનકારક ગણાવ્યો હતો. બોલ-ટેમ્પરિંગમાં દોષી સાબિત થયા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તેમના પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકયો હતો.

હેઝલવુડે કહ્યું હતું કે જયારે પણ સ્મિથ બેટિંગ કરવા જતો તો લગભગ દરેક મેચમાં એક સદી તો ફટકારતો જ હતો. પહેલી વખત ટ્રેઇનિંગ અને મેચ દરમ્યાન તમારી પાસે ટોચના છ બેટ્સમેનોમાં સિનિયર ખેલાડી નથી. પરિણામે નવા ખેલાડીઓએ દરેક વસ્તુ કોચ પાસેથી, જ શીખવી પડે છે. ટીમમાં વોર્નર અને સ્મિથ જેવા અનુભવી ખેલાડીઓ હોવા જરૂરી છે. જયારે તમે યુવા ખેલાડીઓને ટોપ ઓર્ડર પર બેટિંગ કરવા માટે મોકલો છો તો એક કોચ તરીકે કંઈ નહીં શીખવી શકો. મેદાનમાં સિનિયર બેટ્સમેનો સાથે બેટિંગ કરતા પણ શીખવાનું હોય છે.(૩૭.૯)

 

 

 

(3:42 pm IST)