Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કાલે બીજો ટી-૨૦ જીતશુ તો વધુ એક સિદ્ધિ મળશે

સેન્ચ્યુરીયન પાર્કમાં રાત્રે ૯:૩૦થી જીવંત પ્રસારણઃ આ મેદાનમાં ભારત એક પણ ટી-૨૦ નથી રમ્યુ

સેન્ચુરીયન : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલે અહીં ત્રણ મેચવાળી ટી-ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ રમાશે જેનું જીવંત પ્રસારણ થશે. તા.૨૪ ફેબ્રુઆરીની આખરી ટી-ટ્વેન્ટીનું લાઈવ ટેલીકાસ્ટ પણ ૯:૩૦ વાગ્યે જ શરૂ થશે.

સેન્ચુરીયનમાં ભારત એકેય ટી-૨૦ નથી રમ્યુ. જો કે વર્તમાન શ્રેણીમાં ૧-૦થી સરસાઈ ધરાવતુ ભારત આવતીકાલની મેચ પણ જીતી જશે તો વન-ડે પછી ટી-૨૦ સીરીઝ જીતવાની સિદ્ધિ પણ મેળવશે.

યજમાન સાઉથ આફ્રિકાનો સેન્ચુરિયન શહેરમાં મિકસ્ડ - પર્યોર્મન્સ રહ્યો છે. યજમાન દેશે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કના મેદાન પર ત્રણ ટી-૨૦માં વિજય મેળવ્યો છે. પરંતુ એણે ત્રણ ટી-ટ્વેન્ટીમાં પરાજય પણ ખમવો પડ્યો છે. છેલ્લે ૨૦૧૭ની ૨૦મી જાન્યુઆરીએ અહીં સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને ૧૯ રનથી હરાવ્યુ હતું.

(4:29 pm IST)