Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન કોમામાં:પત્નિએ બીસીસીઆઇ પાસે માંગી મદદ

માર્ટિન વેન્ટિલેટર પર હોવા છતાં પણ ગઈકાલથી તેમણે હોસ્પિટલે દવાઓ આપવાનું બંધ કરી દીધું

વડોદરા:ભારતની ટીમના પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનનું સ્વાસ્થ ગંભીર થઇ ગયું છે.વડોદરા તરફથી અનેક રણજી ટ્રોફી રમેલા જેકોબ માર્ટિન 28મી ડિસેમ્બરથી બરોડોની હોસ્પિટલમાં એડમિટ છે તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે.જેકોબ માર્ટિનના પરિવારને તેમની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે તેમની પત્નીએ દેશના ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ સમક્ષ મદદ માંગવી પડી છે.

  46 વર્ષના જેકોબ માર્ટિનને બે દીકરીઓ છે.પાછલી 28મી ડિસેમ્બરે જેકોબ માર્ટિન બરોડામાં પોતાના બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે તેમને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જે બાદ તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ફેફસા અને લિવરમાં ઈજા પહોંચી છે. ડોક્ટર્સને જણાવ્યા મુજબ તેમને હોસ્પિટલમાં સારવાર આપવાનો રોજનો ખર્ચ 70,000 રૂપિયા છે અને તેમની ગંભીર સ્થિતિને જોતા હજુ 2-4 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવા પડશે.

  જેકોબ માર્ટીનની પત્ની ખ્યાતિ માર્ટિને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ(બીસીસીઆઇ)ને પત્ર લખીને જણાવ્યું છે કે બોર્ડ તેમની મદદ કરે જેથી તેમના પતિનો જીવ બચાવી શકે.

ખ્યાતિ માર્ટિને બીસીસીઆઇને પત્રમાં લખ્યું કે, માર્ટિન વેન્ટિલેટર પર હોવા છતાં પણ ગઈકાલથી તેમણે હોસ્પિટલે દવાઓ આપવાનું બંધ કરી દીધું છે. હું તમને શક્ય તેટલી ઝડપી મદદ મોકલવા માટે અરજી કરું છું, જેથી હું તેમની લાઈફ બચાવી શકું. ઈમરજન્સીના કારણે હું તમને અપીલ કરું છું કે તમે સ્ટર્લિંગ હોસ્પિટલના બેંક ખાતામાં પૈસા ડિપોઝિટ કરી આપો. ક

ખ્યાતિ માર્ટિનની અપીલ બાદ બીસીસીઆઇએ તરત જ 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા, પરંતુ લોકલ એસોસિયેશન બરોડો ક્રિકેટ અસોસિયેશન (BCA) મદદ કરવામાં ઘણું મોડું પડયું. BCCIની મદદની સુવિધા આપનારા સંજય પટેલ મુજબ BCA પણ 2.7 લાખ રૂપિયાની મદદ કરી પણ તેઓ મોડા પડ્યા.

(11:02 pm IST)