Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ચેતેશ્વર પુજારા ત્રીજાક્રમે પહોચ્યા

રેન્કિંગમાં ૮૭૩ પોઈન્ટ સાથે ચેતેશ્વર ત્રીજા સ્થાને :વિરાટ કોહલી ૮૯૩ રેટિંગ પોઈન્ટ સાથે બીજાક્રમે

નવી દિલ્હી :ટીમ ઇન્ડિયાના સ્ટાર  બેટ્સમેન ચેતેશ્વર પુજારા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાન પર પહોંચ્યા છે ચેતેશ્વર પુજારા ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ૮૭૩ પોઈન્ટ લઈને ત્રીજા સ્થાન પર છે. જયારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ૮૯૩ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહેલા છે.

(1:02 am IST)