Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રોનાલ્ડોના લીધે રિયલ મેડ્રિડએ ક્લબ વર્લ્ડ કપનો ખિતાબ મેળવ્યો

નવી દિલ્હી: રોનાલ્ડોના બીજા હાફમાં ફ્રી કિકથી કરવામાં આવેલ ગોલના કારણે રિયલ મેડ્રિડએ ગ્રેમિયોને - થી હરાવી ક્લબ વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. રિયલ મેડ્રિડે તેની સાથે ટાઈટલ પર કબ્જો બરકરાર રાખ્યો હતો.

રિયલની વર્ષની પાંચમી ટ્રોફી છે. ચાર વર્ષમાં ત્રીજો ક્લબ વર્લ્ડ કપ જીતી રિયલ મેડ્રિડ પોતાના પ્રતિસ્પર્ધી બાર્સિલોના જેમ સ્પર્ધાના ઈતિહાસની સૌથી સફળ ક્લબ બની ગઈ છે. રિયલ વર્ષ અગાઉ લા લીગા, ચેમ્પિયન્સ લીગ, યુઈએફએ સુપર કપ અને સ્પેનિસ કપ ટાઈટલ પોતાના નામે કરી ચુક્યું છે.

રોનાલ્ડો એક વખત ફરીથી રિયલની જીતના હીરો રહ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, અમે જીતવા ઈચ્છતા હતા, પરંતુ રિયલ મેડ્રિડે અગાઉ ક્યારેય એક વર્ષમાં પાંચ ટ્રોફી જીતી નહોતી. મારું માનવું છે કે, અમે ઘણું સારૂ પ્રદર્શન કર્યું અને અમે જીતના લાયક હતા. લા લીગામાં ધીમી શરૂઆત હોવા છતાં રોનાલ્ડોએ સત્રમાં રિયલ મેડ્રિડ માટે ૨૦ મેચમાં ૧૫ ગોલ કર્યા હતા. ફાઈનલ સ્પર્ધામાં ગોલ કરનાર રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, તે રિયલ મેડ્રિડ માટે રમતા હું નિવૃત્તિ લેવા ઇચ્છુ છુ. તેમને જણાવ્યું છે કે, “હું ખરેખર એવું ઈચ્છીશ કે, તેમ છતાં બધી બાબતો મારા પર નિર્ભર નથી રહેતી. મારા હાથમાં માત્ર તે છે જે પણ પીચ પર કરું ચુ.

(5:24 pm IST)