Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

આઈસીસી વનડે બેસ્ટ્સમેન રેન્કિંગમાં રોહિત પાંચ ક્રમે

નવી દિલ્હી: શ્રીલંકા સામેની વન-ડે મેચોની સીરીઝ બાદ ભારતીય ઓપનર રોહિત શર્માએ પોતાના પ્રદર્શનથી આઈસીસી વન-ડે રેકીંગમાં બે ક્રમનો સુધારો કર્યો છે. તે વન-ડે રેકીંગની બેટ્સમેનોની યાદીમાં બે ક્રમના સુધારા સાથે પાંચમાં ક્રમાંકે પહોંચી ગયો છે. જ્યારે શ્રેણીથી બહાર રહેલ વિરાટ કોહલી પોતાના ટોચના ક્રમે યથાવત છે. રોહિત શ્રીલંકા સામે વન-ડે સીરીઝમાં કેપ્ટન તરીકે ભૂમિકામાં હતો.રવિવારે નિર્ણાયક મેચ જીતતાની સાથે ભારતે રોહિતના નેતૃત્વમાં -૧થી વન-ડે શ્રેણી જીતી લીધી હતી. 
સીરીઝની બીજી મેચમાં રોહિત શર્માએ પોતાના કરીયરની ત્રીજી બેવડી સદી ફટકારીને ભારતને ભવ્ય જીત અપાવી હતી. વન-ડેમાં હજી પણ વિરાટ કોહલી ૮૭૬ પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે રોહિત શર્મા બે ક્રમના સુધારા સાથે ૫માં ક્રમે પહોંચી ગયો છે. 
પ્રથમ વખત બન્યુ છે જ્યારે રોહિતે ૮૦૦ રેટીંગ પોઈન્ટનો આંકડો પાર કર્યો હોય. અત્યારે તેના ૮૧૬ રેટીંગ પોઈન્ટ છે.

(5:24 pm IST)