Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

હર્ષલ પટેલે ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન : ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને રન માટે તરસાવ્યાં

રાંચી :હર્ષલ પટેલનું ન્યૂઝીલેન્ડ સામેની રાંચી T20માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ શાનદાર રહ્યું છે. એક તરફ જ્યાં ભારતના અન્ય ફાસ્ટ બોલરો પીટાઈ રહ્યા હતા. કિવી બેટ્સમેનોના આસાન શિકાર બની રહ્યા હતા. હર્ષલ પટેલ બીજા છેડેથી પોતાની છાપ છોડવામાં વ્યસ્ત હતો. જ્યારે ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ભુવનેશ્વર કુમાર અને દીપક ચહર સામે 10ની ઈકોનોમી પર રન બનાવ્યા હતા, હર્ષલ પટેલની ઈકોનોમી માત્ર 6.25 હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરતી વખતે હર્ષલે તેની 4 ઓવરમાં એટલે કે 24 બોલમાં માત્ર 25 રન આપ્યા હતા.

 

રાંચી ટી20માં મોહમ્મદ સિરાજની જગ્યાએ હર્ષલ પટેલને તક મળી હતી. સિરાજ ડાબા હાથની ઈજાને કારણે રાંચી T20માંથી બહાર થઈ ગયો હતો. અને તેના સ્થાને હર્ષલ પટેલને ડેબ્યુ કરવાની તક મળી. જમણા હાથના ઝડપી બોલર હર્ષલે આ તકને બંને હાથે પકડી લીધી અને તે ભારત માટે મેચમાં સૌથી સફળ બોલર રહ્યો.

(10:30 pm IST)