Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુપર સ્ટાર ફુટ બોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દીકરીના જન્મ દિવસે ૧૫ મીનીટમાં ૨૫ લાખનો દારૂ ઢીંચ્યો

સેલિબ્રેશન કરવાની રીત દરેકની અલગ હોય છે. કોઈ ટૂર પર નીકળીને સેલિબ્રેશન કરે છે તો કોઈ રાતભર પાર્ટી કરીને. જોકે સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક રાતમાં એક નહી 25 લાખ રુપિયાનો દારુ ઢીંચ્યો હતો. રોનાલ્ડોએ પોતાની નાની દીકરી એલેના માર્ટિનાના પહેલા જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે આટલી રકમ ખર્ચી નાખી હતી.

આ દરમિયાન તેની સાથે ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્સ પણ સાથે હતી. દીકરીના પહેલા જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે રોનાલ્ડો ગર્લફ્રેન્ડ જોર્જિના અને દીકરા રોનાલ્ડો જુનિયર સાથે એટીપી ટૂર ફાઈનલ્સની મેચ જોવા પહોંચ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર લંડનના સ્કોટ રેસ્ટોરન્ટના બિયર બારમાં રોનાલ્ડો પોતાના પરિવાર અને બે દોસ્તો સાથે આશરે 25 લાખનો દારુ પી ગયો હતો. રોનાલ્ડોએ અહી દારુની બે બોટલ, રિચિબર્ગ ગ્રાન્ડ ક્રૂ અને પોમોરોલ પેટ્રસ ઓર્ડર કરી હતી.

રિચિબર્ગ ગ્રાન્ડ ક્રૂની બોટલની કિંમત 18 હજાર પાઉન્ડ હતી તો પોમોરોલ પેટ્રસની કિંમત 9 હજાર પાઉન્ડ હતી. આ પછી રોનાલ્ડોએ 27 હજાર પાઉન્ડ (આશરે 25 લાખ રુપિયા)નું બિલ આપ્યું અને બિયર બારમાં 15 મિનિટ પસાર કર્યાં પછી નીકળી ગયો હતો.

(6:26 pm IST)