Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

તેના સપોર્ટમાં આખું ઈંગ્લેન્ડ છે

બેન સ્ટોકસની ફેમિલી કન્ટ્રોવર્સીને પગલે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું...

લંડન : વર્લ્ડ કપ ૨૦૧૯ના હીરો બેન સ્ટોકસના પરિવારનો એક અંગત અને દુખદ કિરસો જગજાહેર થતાં બેન સ્ટોકસ મિડિયા પર વરસ્યો હતો. વાસ્તવમાં સ્ટોકસનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં તેના સાવકા પિતાએ તેનાં સાવકા ભાઈ-બહેનની હત્યા કરી હતી. આ કિસ્સો જગજાહેર થતાં સ્ટોકસે મિડિયા પર પોતાના અધિકારોનું હનન કર્યું હોવાનો આરોપ મૂકયો હતો. સ્ટોકસની આ વાતમાં તેને ઈંગ્લેન્ડ ટીમનો સપોર્ટ તો હતો જ, પણ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટે પણ તેને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ક્રિકેટ બોર્ડના ચીફ ટોમ હેરિસને કહ્યું હતું કે 'સ્ટોકસને માત્ર ઇંગ્લેન્ડના પ્લેયરો જ નહીં, પણ ખેલ જગત અને આખા ઇંગ્લેન્ડનો સપોર્ટ છે. ન્યુઝપેપરને વેંચવા અને કેટલીક કિલક મેળવવા માટે આ ઘટનાને પેપરના પાને ચઢાવવામાં આવી એ ખૂબ જ દુઃખની વાત છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ ઉપરાંત ઇંગ્લેન્ડ એન્ડ મેન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબોલર માર્કસ રંશફોર્ડ પણ સ્ટોકસને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

(3:25 pm IST)