Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પાન્ડા બન્યો ૨૦૨૨ બીજિંગ વિન્ટર ઓલિમ્પિકસનો માસ્કોટ

બીજિંગઃ ર૦રરમાં બીજિંગમાં થનારા વિન્ટર ઓલિમ્પિકસ અને પેરાલમ્પિકસ માટે માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વખતે એક હસતો પાન્ડા જેનું નામ બિંગ ડ્વીન ડ્વીન છે એને માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ચીની ભાષામાં બિંગનો અર્થ આઇસ (બરફ) જયારે ડ્વીન ડ્વીનનો અર્થ ઇમાનદારી, ઉત્સાહ અને સ્વાસ્થ્ય થાય છે.

આ પહેલાં પણ ૧૯૯૦માં બીજિંગમાં થયેલી એશિયન ગેમ્સ અને ૨૦૦૮ની બીજિંગ સમર ઓલિમ્પિકના માસ્કોટ તરીકે પાન્ડાને જ પસંદ કરવામાં આવ્યો હતો. પાન્ડા ઉપરાંત જે બીજું માસ્કોટ છે એ પેરાલમ્પિકનું પ્રતિનિધિ કરે છે. એનું નામ છે શુયે હોન હોન. શુષેનો અર્થ છે બરફ અને હોન હોનનો અર્થ છે સમાવિષ્ટ્તા. આ બન્ને માસ્કોટને ૩૫ દેશોએ સાથે મળીને સ્વીકૃતિ આપી છે.

(3:24 pm IST)