Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અનુરાગ ઠાકુર લેહમાં શરૂ કરશે ક્રિકેટ એકેડેમી

નવી દિલ્હીઃ  બીસીસીઆઇના ભૂતપૂર્વ અધિકારી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે તેઓ ટેલન્ટેડ પ્લેયરોને જરૂરી ટ્રેઇનિંગ મળે એ માટે લેહમાં ક્રિકેટ અને સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરશે. વધુ જણાવતાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનેન્સ એન્ડ કોર્પોરેટ અફેર્સ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે 'કેન્દ્રશાસિત પ્રદેશના એથ્લીટોને પોતાનું ટેલન્ટ દેખાડવાનું પ્લેટફોર્મ મળે એ માટે ઘણાં વર્ષોથી મેં મહેનત કરી છે. મને શેર કરતાં ખુશી થાય છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં અસાધારણ પ્રોગ્રેસ થઈ રહ્યો છે. ખેલ મહાકુંભ જેવા આયોજનથી ઘણા પ્લેયરોને ફાયદો થયો છે. લેહમાં એકેડેમી શરૂ કરીને હું યુથને સમાન તક આપવા માગું છું.'

લેહમાં લોકોમાં પ્લાસ્ટિક ન વાપરવાની રુંબેશનાં વખાણ કરતાં કહ્યું કે 'રિફયુઝ, રિડ્યુસ અને રિયુઝ ઓફ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક-ફરી મિશનમાં જોડાવા બદલ ધન્યવાદ.'

(3:24 pm IST)