Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

એશિયા કપ :પાકિસ્તાનસ સામે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય

પાકિસ્તાન 43,1 ઓવરમાં 162 રને ઓલઆઉટ :રોહિત શર્મા અને શિખર ધવનની ફટકાબાજી :માત્ર 126 બોલમાં સૌથી મોટી જીત

 

દુબઇ : એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે જંગ જામ્યો હતો પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા શરૂઆતથી ભારતીય બોલરો પાકિસ્તાની બેટ્સમેનો પર પ્રભાવી રહ્યાહતા. પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

ભારતનો પાકિસ્તાન પર બોલના હિસાબે સૌથી મોટો વિજય હતો. ભારત જીત્યું ત્યારે હજુ 126 બોલ ફેંકવાના બાકી હતી. અગાઉ, 2006માં ભારતે પાકિસ્તાન પર 105 બોલ ફેંકવાના બાકી હતા અને વિજય મેળવ્યો હતો.

જવાબમાં ભારતે ધીમી પરંતુ સારી શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને ભારત માટે મજબૂત પાયો નાખ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 86 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કેપ્ટન રોહિત શર્મા 13મી ઓવરમાં શાદાબ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 39 બોલમાં 52 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શિખર ધવન પણ 54 બોલમાં 46 રન બનાવીને ભારતના 104ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

(12:02 am IST)