Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આ ફોટોગ્રાફ સ્‍વચ્‍છતા અભિયાનનું ગળે દબાવે છેઃ સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ અેમ્બેસેડર ગૌતમ ગંભીરની ટ્વિટથી અધિકારીઓમાં દોડધામ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં માથા પર બિંદી અને દુપટ્ટા સાથે જોવા મળેલા ક્રિકેટર ગૌતમ ગંભીર ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે ગૌતમ ગંભીરે એક વીડિયો પોસ્ટ કરીને કટાક્ષ કર્યો છે.

ગૌતમ ગંભીર સ્વચ્છતા અભિયાનનો બ્રાન્ડ એમ્બેસડર છે. ગંભીરે સોમવારે બપોરે સર ગંગારામ હોસ્પિટલ નજીક કચરાના ઢગલાનો એક વીડિયો શેર કર્યો હતો. સાથે લખ્યું હતું કે આ ફોટોગ્રાફ સ્વચ્છતા અભિયાનનું ગળું દબાવે છે અને રાજેન્દ્ર નગરની આ સ્થિતિ સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવી રહી છે.

ગંભીરના આ ટ્વીટને ભાજપ સાથે આમ આદમી પાર્ટી ના નેતાઓએ આ વીડિયોને રિટ્વીટ કરવા માટે કોર્પોરેશનને પણ ટેગ કરવા લાગ્યા. ત્યાર બાદ કોર્પોરેશન સત્તાધિશોને માહિતી મળી તો તેમણે આ જગ્યાની સફાઈના આદેશ આપ્યા. સાફ સફાઈ બાદનો ફોટો શેર કરીને કોર્પોરેશને ગૌતમ ગંભીરનો આભાર માન્યો.

(5:26 pm IST)