Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

એશિયા કપમાં રોહિત શર્મા ૧૧૭ રન બનાવશે તો ૧ હજાર રન કરનાર પ્રથમ ભારતીય બેટર બની જશે

નવી દિલ્‍હી :  એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્‍ટ એશિયા કપ શરૂ થવામાં હવે સરેરાશ ૧૦ દિવસ બાકી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમની નજર રેકોર્ડ આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીતવા પર રહેશે. જો કે, એશિયા કપ દરમ્‍યાન રોહિત શર્માની પાસે બેટીંગથી પણ સારું મુકામ પ્રાપ્ત કરવાની તક છે.

રોહિત શર્મા એશિયા કપમાં ૧૦૦૦ રન પૂરા કરનારા પહેલા ભારતીય બેટર બની શકે છે. રોહિતે અત્‍યાર સુધી એશિયા કપમાં ૮૮૩ રન બનાવ્‍યાં છે. જો આ ટુર્નામેન્‍ટમાં રોહિત શર્મા ૧૧૭ રન બનાવવામાં સફળ થાય છે તો તેઓ૧૦૦૦ રન પૂરા કરનારા પહેલા ભારતીય બેટર બની જશે. એશિયા કપના ઇતિહાસમાં અત્‍યાર સુધી બે બેટરો એક હજાર રન બનાવી શકયા છે. જો કે, અત્‍યાર સુધી જે બંને ખેલાડીઓએ ૧૦૦૦ રન બનાવ્‍યા છે, તેઓ શ્રીલંકાથી છે.શ્રીલંકાના પૂર્વ કેપ્‍ટન સનથ જયસુર્યા અને કુમાર સંગાકારાએ એશિયા કપના ઇતિહાસમાં ૧૦૦૦ રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. હવે રોહિત શર્માની પાસે આ મુકામ પ્રાપ્ત કરીને ત્રીજા બેટર બનવાની તક છે.

રોહિત શર્માએ ઇંગ્‍લેન્‍ડ સામે મર્યાદિત ઓવર સીરીઝથી આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. છેલ્લાં એક વર્ષમા ઇજાગ્રસ્‍ત થવાના કારણે રોહિત શર્મા ઘણી મહત્‍વપૂર્ણ મેચમાં ભાગના લઇ શકયા. જો કે, ટી-૨૦ વર્લ્‍ડ કપ પહેલા રોહિત શર્મા સારા ફોર્મમાં દેખાઇ રહ્યા છે

(12:36 pm IST)