Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

વિશ્વકપ ક્રિકેટ મેચમાં સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડના ક્રિકેટર જેમ્સ નીશામના કોચ જેમ્સ ગોર્ડનું હાર્ટએટેકથી મોત

વેલિંગ્ટન : આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) ની ફાઇનલ રોમાંચક મેચ તેના અંતિમ તબક્કામાં પહોંચી. મેચમાં માત્ર કરોડો લોકોનાં શ્વાસ થંભાવી દીધા પરંતુ લાખો લોકોને ગમના સાગરમાં પણ ડુબાડ્યા. મેચ નિર્ધારિત ઓવરમાં સમેટી શકાઇ નહોતી. જેથી સુપર ઓવર રમાડવી પડી હતી. 12 બોલમાં સુપર મેચનું પરિણામ તો નિકળ્યું, પરંતુ ન્યુઝીલેન્ડનાં ક્રિકેટર જેમ્સ નીશામ (James Neesham) ના બાળપણના શિક્ષક અને કોચ જેમ્સ ગોર્ડનનો જીવ જરૂર ગયો. ત્યાર બાદ મેચ બાઉન્ડ્રી કાઉન્ટનાં આધારે ઇંગ્લેન્ડ (England) જીતી ગયું હતું અને વર્લ્ડકપનું હકદાર બન્યું હતું.

સુપર ઓવરમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 15 રન બનાવ્યા હતા. જેનાં જવાબમાં ન્યુઝીલેન્ડે (New Zealand) દ્વારા જિમી નિશાન અને માર્ટિંન ગુપ્ટીલ બેટિંગ માટે ઉતર્યા. સુપર ઓવરમાં રોમાંચ ત્યારે પોતાના ચરમ પર પહોંચ્યો જ્યારે ઓલરાઉન્ડર જિમી નીશમે છગ્ગો ફટકાર્યો. જેમ્સ ગોર્ડનની પુત્રી લિયોનીએ જણાવ્યું કે, જેવું સુપર ઓવરનાં બીજા બોલમાં નીશામે છગ્ગો ફટકાર્યો તેના પિતાના શ્વાસ અટકી ગયા. જેમ્સ ગોર્ડન ઓકલેન્ડ ગ્રામ સ્કુલનાં પૂર્વ શિક્ષક અને કોચ હતા.

 સ્ટફ ડોટ કે ડોટ એનઝેટ અનુસાર લિયોને કહ્યું કે, સુપર ઓવર દરમિયાન એક નર્સ આવી અને તેમણે કહ્યું કે, મારા પિતાનાં શ્વાસ સતત વધી ઘટી રહ્યા છે. હું સમજુ છું કે નીશામે જેવો છગ્ગો ફટકાર્યો અને મારા પિતાએ અંતિમ શ્વાસ લીધા. લિયોનીએ કહ્યું કે, તેમનું સેન્સ ઓફ હ્યુમર ખુબ સારુ હતું અને તેઓ ઘણા સારા માણસ હતા. તેમને ઘણુ સારુ લાગ્યું હશે કે તેમનાં ભુતપુર્વ વિદ્યાર્થીએ છગ્ગો ફટકાર્યો.

 નીશામે ગુરૂવારે ટ્વીટ કરીને કહ્યું કે, ડેવ ગોર્ડન મારા હાઇસ્કુલનાં શિક્ષક અને કોચ અને મિત્ર. રમતનો પ્રેમ સંક્રામક હતો. ખાસ કરીને તેમના માર્ગદર્શનમાં રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મેચ પુર્ણ થતા સુધી શ્વાસ રોકી રાખ્યા. આશા છે કે તમને ગર્વ થયો હશે. તમારો આભાર અને ભગવાન તમારી આત્માને શાંતિ અર્પે.

 લિયોની તે વાતની ખુશી વ્યક્ત કરી કે ખેલાડીએ તેનાં પિતાને શ્રદ્ધાંજલી અર્પી. ગોર્ડને નિશામ, લોકી ફોર્ગ્યુસન અને અન્ય અનેક ખેલાડીઓને હાઇસ્કુલ દરમિયાન કોચિંગ આપ્યું હતું. તેઓ 25 વર્ષ સુધી શાળામાં ક્રિકેટ અને હોકીનાં કોચ રહ્યા હતા.

(5:17 pm IST)