Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

આઇપીએલ-11: 600 રન પુરા કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો ઋષભ પંત

નવી દિલ્હી: આઇપીએલ 11માં વિસ્ફોટક બેટિંગ કરીને યુવા વિકેટકીપર ઋષભ પંતે બધાના દિલ જીતી લીધા છે. આ ટુર્નામેન્ટમાં ઋષભે 600 રન પુરા કરીને ત્રીજો એવો બેટ્સમેન બન્યો છે જેને આઈપીએલમાં 600 રન પુરા કર્યા હોય. દિલ્હી ડેયરડેલીવિલ્સના પંતે ચેન્નાઇ સુપરત કિંગ સામે ફિરોજશાહ  કોટલા મેદાનમાં થયેલ મેચમાં 26 બોલમાં 3 ચોક્કા અને 2 સિક્સ ફટકારીને 38 રન બનાવ્યા હતા.આઇપીએલ 11માં 600 રન પુરા કરતા ત્રીજો બેટ્સમેન બન્યો. આ પહેલા કિંગ્સ ઈલેવન્સના લોકેશ રાહુલ (652) અને સનરાઇઝર્સ હૈદરાબાદના કપ્તાન કેન વિલિયમ્સે(625) બનાવ્યા છે.

 

(4:26 pm IST)