Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

એશિયન ટ્રોફીની ફાઇનલમાં સાઉથ કોરિયા સાથે ટક્કર લેશે ભારતીય મહિલા હોકી ટીમ

નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમ આવતીકાલે સાઉથ કોરિયા સામે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની આખરી લીગ મેચ રમવા ઉતરશે, ત્યારે તેમની નજર ફાઇનલની પૂર્વતૈયારી કરવા તરફ રહેશે. ટુર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય મહિલા હોકી ટીમને આવતીકાલે ચોથી જીતની તલાશ છે. મહત્વની બાબત એ છે કે, રવિવારે રમાનારી ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો મુકાબલો સાઉથ કોરિયા સામે જ થવાનો છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ધમાકેદાર દેખાવ કરતાં ૪-૧થી જાપાનને, ૩-૧થી ચીનને અને ૩-૨થી મલેશિયાને હરાવ્યું હતુ. સુનિતા લાકરાની આગેવાની હેઠળની ભારતીય ટીમ તરફથી વંદના કટારિયાએ અસરકારક દેખાવ કર્યો છે. આ ઉપરાંત ગુરજંત કૌર અને યુવા ખેલાડી નવનીત કૌરે પણ જોરદાર ફોર્મ દર્શાવ્યું છે. ફાઈનલમા સાઉથ કોરિયા સામે રમવાનું હોવાથી ભારત વ્યુહાત્મક રીતે સ્ટાર ખેલાડીઓને આરામ આપી શકે છે. વર્લ્ડ રેન્કિંગમાં ૯મું સ્થાન ધરાવતા સાઉથ કોરિયા સામે તેના જ હોમગ્રાઉન્ડ પર રમવું ભારત માટે આસાન નહિ રહે, તેમ છતાં ટીમ ઈન્ડિયાને જીતનો ભરોસો છે.

 

(4:23 pm IST)