Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રોમ માસ્ટર્સની સેમિ ફાઈનલમાં નડાલ

નવી દિલ્હી: સ્પેનિશ ટેનિસ સ્ટાર અને ટોપ સીડ ધરાવતા નડાલે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ જોરદાર પુનરાગમન કરતાં ૪-૬, ૬-૧, ૬-૨થી ઈટાલીના ફાબિયો ફોગ્નીનીને હરાવીને રોમ માસ્ટર્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નડાલ આ સાથે વર્ષ ૨૦૧૪ પછી પહેલી વખત રોમ માસ્ટર્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યો હતો. ક્લે કોર્ટ સિઝનમાં નડાલ મોન્ટે કાર્લો અને બાર્સેલોના ટાઈટલ જીત્યો હતો. જ્યારે મેડ્રીડમાં તેને ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. હવે સેમિ ફાઇનલમાં નડાલનો મુકાબલો સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચ કે પછી જાપાનીઝ ખેલાડી નિશિકોરી સામે થઈ શકે. ક્રોએશિયાના મરિન સિલીકે પણ આગેકૂચ જારી રાખતાં સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે ૬-૩ ૬-૩ થી સ્પેનના કારેનો બુસ્ટાને હરાવીને આગેકૂચ કરી હતી. વર્લ્ડ નંબર વનનો તાજ પાછો મેળવવા માટે નડાલને અહી ચેમ્પિયન બનવું જરુરી છે. બીજો સીડ ધરાવતા જર્મનીના ડિફેન્ડિંગ ચેમ્પિયન ટેનિસ ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવે મેરેથોન મુકાબલામાં બ્રિટનન કાયલ એડમંડને ૭-૫, ૭-૬ (૧૩-૧૧)થી હરાવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં ઝ્વેરેવનો મુકાબલો બેલ્જીયમના ડેવિડ ગોફિન સામે થશે.

 

(4:22 pm IST)