Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બેન સ્ટોકસનો ૧ રન રાજસ્થાનને ૬.૮૦ લાખમાં પડ્યો

બે કરોડની બેઝપ્રાઈઝના બદલે આઈપીએલની હરાજીમાં રાજસ્થાને બેન સ્ટોકસને ૧.૯૬ મિલિયન ડોલર (૧૨.૫ કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો. તેણે ૧૩ મેચમાં ૧૯૬ રન બનાવ્યા છે અને આમ તેનો એક રન ૧૦,૦૦૦ ડોલર એટલે કે ૬.૮૦ લાખ રૂપિયામાં પડ્યો છે. આ વર્ષે તેણે ૧૩ મેચોમાં માત્ર ૮ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ - ટીમમાં તેને લેવામાં આવ્યો હોવાથી બેન સ્ટોકસ અધવચ્ચેથી વતન જતો રહ્યો છે. ૨૦૧૭માં તેણે પુણેની ટીમમાં ૧૨ મેચમાં ૩૧૬ રન બનાવ્યા હતા અને ૧૨ વિકેટ લીધી હતી. પુણેએ તેને ૧૪.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

(2:39 pm IST)