Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મુંબઈ સામે પરાજય બાદ લોકેશ રાહુલે પ્રેક્ષકો વચ્ચે ફેંકી દીધી ટ્રોફી

મુંબઈ સામેની મેચમાં વિજયની લગોલગ પહોંચેલી પંજાબની ટીમ ત્રણ રને પરાજીત થતા ૯૪ રન બનાવનારો પંજાબનો ખેલાડી લોકેશ રાહુલ એકદમ નારાજ થયો હતો. તેને સ્ટાઈલીશ પ્લેયર ઓફ ધ મેચનો  એવોર્ડ અને ટ્રોફી મળી હતી.

સોશ્યલ મીડિયામાં ફરી રહેલી વિડીયો કિલપમાં જોવા મળી રહ્યુ છે કે મેચના પ્રેઝન્ટેશન બાદ લોકેશ રાહુલ ડ્રેસીંગ રૂમ તરફ આવી રહ્યો છે. તે સીડી ચઢી રહ્યો છે ત્યારે ક્રાઉડ તરફ તેણે ટ્રોફી ફેંકી દીધી હતી. ક્રાઉડ એકદમ ખુશ થઈ જાય છે કારણ કે લોકેશે તેની ટ્રોફી આપી દીધી હતી.

(2:38 pm IST)