Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

23મીથી IPL -12મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ :50 લાખથી બે કરોડમાં વેચાયા 5 ખેલાડીઓ :પહેલીવાર તોફાની રમત બતાવશે

 

નવી દિલ્હી :ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનો આગામી 23મીથી ધમાકેદાર પ્રારંભ થશે 123મી સિઝનનો પહેલો મેચ હાલની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લુરુ વચ્ચે થશે

   ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરેનને કિંગ્સ ઈલેવન પંજાબે 7,2 કરોડમાં ખરીદ્યો છે સૌથી મોંઘો વિદેશી ખેલાડીઓમાંનો એક છે 22 વર્ષનો ખેલાડી ભારત પ્રવાસ વેળાએ ચમક્યો હતો અને 272 રન બનાવ્યા હતા તે બેટ્સમેન તેમજ બોલિંગમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે

  ન્યૂઝીલેન્ડના મિશેલ સેટનર એક અન્ય વિદેશી ખેલાડી છે જે વર્ષે આઈપીએલમાં ધમાકો કરશે તેવી આશા છે કીવી સ્ટારને ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમશે ડાબોડી સ્પિનર સેટનરને સુપર કિંગ્સે 50 લાખમાં લીધો છે ઇજાને કારણે 2018માં રમી નહોતો શક્યો

  વેસ્ટ ઇન્ડિઝનો સિમરોન હીટમાંયેરને રોયલ ચેલેન્જર બેંગ્લુરુએ 4,2 કરોડમાં ખરીદ્યો છે તે ભારત સામે થયેલી સિરીઝમાં ખુબ ઉપયોગી રહયો હતો હવે અબ્રાહમ ડિવિલિયર્સ અને વિરાટ કોહલી સાથે રનનો ખડકલો કરશે ભારતમાં હીટમાંયરે પાંચ મેચમાં 259 રન બનાવ્યા હતા

    રાજસ્થાન રોયલ ટીમે ઓસ્ટ્રેલિયન ખેલાડી એસ્ટન ટર્નરને 50 લાખમાં ખરીદ્યો છે બિગ બૈશ લીગમાં ટર્નરે પર્થ સકચર્સ માટે 14 મેચમાં 378 રન બનાવ્યા હતા

   કિંગ્સ ઈલેવને પંજાબના લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ વર્ષે આઇપીએલ હરરાજીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું તેને 8,40 કરોડમાં ખરીદ્યો હતો કર્ણાટકના 27 વર્ષના સ્પિનરે નવ લિસ્ટ મેચોમાં 22 વિકેટ લીધી હતી અને વરુણને મીસ્ટ્રી સ્પિનર કહેવાય છે

 

(9:56 pm IST)