Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સીએસકેના ખિલાડીઓનો યો-યો ટેસ્ટ નહિં થાય, અલગ રીતે બનાવાયો ફિટનેસ પ્રોગ્રામ

ચેન્નાઇ,તા.૧૯ : ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીની નેતૃત્વમાં ફિટનેસના સ્તર ચેક કરવા માટે યો-યો ટેસ્ટ ભલે સૌથી જરૂરી માપદંડ હોય પરંતુ એમ.એસ.ધોનીના નેતૃત્વ ધરાવતી ચેન્નાઇ સુપરકિંગ્સ માટે જરૂરી નથી. જી હાં આઇપીએલના ૧૨મી સિઝન માટે સીએસકેના ખિલાડીઓના માટે યો-યો ટેસ્ટ પાસ કરવાનો અનિવાર્ય નથી.

ચેન્નાઇ સુપરકિંગ્સમાં ખિલાડીઓના ફિટનેસ લેવલ પર અલગ રીતે જાણી શકાશે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર રામજી શ્રીનિવાસન ચેન્નાઇ ફ્રેન્ચાઇઝીની સાથે જોડાઇ ચૂક્યા છે, તેઓ ખિલાડીઓની ફિટનેસ માપવા માટે ૨ કિમી અથવા તો ૨.૪ કિમીની દોડ તથા સતત સ્પ્રિંટ ટેસ્ટ પર ધ્યાન આપે છે.

(3:42 pm IST)
  • ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી : ચૂંટણીપંચ ૨૫મીએ જવાબ રજૂ કરશે access_time 6:04 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ચૂંટણી પહેલા જ મોદીએ ૧ મહિનામાં ૩૬૯૫૬ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ ૧૫૮ ઉદ્દઘાટનો કર્યાઃ રોજની ૧૦૦૦ કિ.મીની યાત્રા કરીઃ રોજ પ પ્રોજેકટ લોન્ચ કર્યાઃ જેમાં બિહાર-ઝારખંડમાં ૨૩ અને ગુજરાતમાં ૧૭ પ્રોજેકટનો સમાવેશ થાય છે access_time 3:42 pm IST