Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વિન્ટર પેરાલિમ્પિક ગેમ્સનું રંગારંગ સમાપન

નવી દિલ્હી: સાઉથ કોરિયામાં યોજાયેલા વિન્ટર પેરાલિમ્પિક ગેમ્સનું રંગારંગ સમાપન થયું હતુ. બરફના મેદાન પર રમાતી રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધાના મહાકુંભને વિન્ટર પેરાલિમ્પિક ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે. વિન્ટર પેરા ગેમ્સમાં ૪૯ દેશોના ૫૬૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં અમેરિકાએ સૌથી વધુ ૧૩ ગોલ્ડની સાથે ૩૬ મેડલ્સ જીત્યા હતા. જ્યારે ઓલિમ્પિક ફ્લેગ હેઠળ ભાગ લેનારા એથ્લીટ્સ ૮ ગોલ્ડ સાથે ૨૪ મેડલ્સ જીતીને બીજા ક્રમે રહ્યા હતા. કેનેડાને ૨૮ મેડલ સાથે ત્રીજું અને ફ્રાન્સને ૨૦ મેડલ સાથે ચોથું સ્થાન મળ્યું હતુ. 

(6:00 pm IST)