Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઇરાક પર ત્રણ દાયકાથી ચાલી રહેલ બેન ફિફાએ હટાવ્યો

નવી દિલ્હી: ફિફાએ ઇરાક પર  આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોની મેજબાનીને લઈને ત્રણ દાયકા પહેલાનો પ્રતિબંધ હટાવી લીધો છે. ફિફાએ ઈરાકી શહેર આર્બિલ, બસરા અને કર્બલામાં આંતરરાષ્ટ્રીય મેચો રમવાની પરવાનગી આપી દીધી છે.

સુત્રી દ્વારા જાણવા મળ્યું છે કે ઇરાક ઘણા સમયથી ફિફા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોની મેજબાની પર લગાવેલ ત્રણ દાયકા જુના પ્રતિબંધને દૂર કરવાના પ્રયત્નમાં હતો અને હવે ઇરાકને ફિફાએ અનુમતિ આપી દીધી છે. ફિફા અધ્યક્ષ જીયાની ઈન ફેન્ટીનોએ ફિફા પરિષદની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે અમે આર્બિલ, બસરા અને કર્બલામાં આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવાની પરવાનગી આપી દીધી છે.

(5:57 pm IST)