Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બાંગ્લાદેશના વર્તન પર ભડકયો જયસૂર્યા, કહ્યુ કે થર્ડ કલાસ ટીમ

ડ્રેસીંગ રૂમની તોડફોડના ફોટા ટ્વીટ કર્યા બાદ ડિલીટ કરી નાખ્યા

ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલરની છેલ્લી લીગ મેચમાં બાંગ્લાદેશની ટીમે અમ્પાયરના એક નિર્ણય સામે જે પ્રકારનું વર્તન કર્યુ હતું એની બધા ક્રિકેટપ્રેમીઓ ટીકા કરી રહ્યા છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ બાંગ્લાદેશની ટીમના વર્તનને સોશ્યલ મીડિયા પર થર્ડ કલાસ ગણાવ્યુ હતું. જો કે ત્યારબાદ તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યુ હતું. તેણે બાંગ્લાદેશી ડ્રેસીંગરૂમમાં થયેલી તોડફોડના બે ફોટો પણ પોસ્ટ કર્યા અને લખ્યુ હતુ કે શ્રીલંકા સામે રમાયેલી મેચ બાદ બાંગ્લાદેશની ટીમે સેલીબ્રેશન દરમિયાન ડ્રેસીંગરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. જો કે આ ઘટનાની તપાસ કરવાની હજુ બાકી છે.

(2:37 pm IST)