Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટોમાં ટોપ પર છે

ટેસ્ટ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો મત : ૮ વર્ષમાં આઈસીસી વધુને વધુ ટુર્નામેન્ટ યોજવા ઈચ્છુક

વેલિંગ્ટન, તા. ૧૯ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ આઈસીસીની તમામ સ્પર્ધાઓ પૈકી સૌથી મોટી સ્પર્ધા છે. રમતની ટોચની સંસ્થા આઈસીસી ૨૦૨૩-૨૦૩૧ સુધી આગામી આઠ વર્ષના ગાળા દરમિયાન વધુને વધુ વાઈટ બોલ સાથે ટુર્નામેન્ટ યોજવા માટે ઈચ્છુક છે. આઈસીસી સૂચિત ૨૦૨૩-૨૦૩૧ વચ્ચેના ગાળામાં ટેસ્ટ મેચોની સાથે સાથે વન ડે અને ટ્વેન્ટી મેચોનું આયોજન કરનાર છે. આ ગાળા દરમિયાન ટી-૨૦ ચેમ્પિયન કપ, ૨૦૨૫ અને ૨૦૨૯માં વન ડે ચેમ્પિયનશિપ, ૨૦૨૬ અને ૨૦૩૦માં ટી-૨૦ વર્લ્ડકપ તથા ૨૦૨૭ અને ૨૦૩૧માં વન ડે વર્લ્ડકપનું આયોજન કરનાર છે. ભારતીય કેપ્ટને આજે કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશીપને તે ખૂબ જ મહત્વ આપે છે. ટેસ્ટ ચેપ્યનશિપ માટે ભારતીય ખેલાડીઓ ખૂબ જ ઈચ્છુક છે. તમામ ખેલાડીઓ ટેસ્ટ મેચોમાં તેની કુશળતા સાબિત કરવા માટે સજ્જ છે.

          ટેસ્ટ મેચોની શરૂઆત થાય તે પહેલા ભારતીય કેપ્ટને આજે કહ્યું હતું કે વેલિંગ્ટનમાં અંતિમ ઈલેવનને લઈને હજુ પસંદગી કરવામાં આવી નથી પરંતુ તે માને છે કે આઈસીસી ટુર્નામેન્ટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને સૌથી ટોપ ક્રમ પર મુકવાની જરૂર છે. તે એમ પણ માને છે કે ટેસ્ટ ક્રિકેટમાં તમામ ખેલાડીઓની સંપૂર્ણ કુશળતાની કસોટી થાય છે. લોર્ડ્સના મેદાન પર રમાનારી ફાઈનલ મેચમાં જગ્યા બનાવવા માટે તમામ ટીમો ઈચ્છુક છે. અમે પણ બિલકુલ નજીક છીએ. વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન મળે તે માટે ક્વાલિફાઈ કરવા માટે ટીમ સંપર્ણપણે સજ્જ છે. ક્વાલિફાઈ કરવાના બદલે અમે ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી પણ રોચક રહેશે.

(8:02 pm IST)