Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

લિયોનેલ મેસી અને લુઈસ હેમિલ્ટનને શેર કર્યો એવોર્ડ

લોરિયસ સ્પોર્ટ્સમેન એવોર્ડમાં પહેલીવાર ટાઈ

ફુટબોલ જગતના દિગ્ગજ પ્લેયર લિયોનેલ મેસી અને એફ- વન ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન વચ્ચે લોરિયસ સ્પોર્ટ્સમેન એવોર્ડ માટે ટાઈ થઈ છે. મેસી ૬ વખત ફિફા વર્લ્ડ પ્લેયર બન્યો છે, જયારે હેમિલ્ટન ૬ વખત ફોર્મ્યુલા- વનનો વર્લ્ડ ચેમ્પિયન રહ્યો છે. છેલ્લાં ૨૦ વર્ષમાં પહેલીવાર આ એવોર્ડ માટે ટાઈ થઈ છે. આ બન્ને પ્લેયરો ઉપરાંત અમેરિકન જિમ્નેસ્ટ સિમોન બિલ્સ છેલ્લાં ચાર વર્ષમાં ત્રીજો લોરિયસ સ્પોર્ટ્સવુમન એવોર્ડ જીતી છે.

(1:22 pm IST)