Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાહુલની લકઝરીયસ લાઈફસ્ટાઈલઃ મોંઘીદાટ કારથી માંડી ઘડીયાલોનો ભારે શોખીન

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓમાંથી એક કેએલ રાહુલ અવારનવાર ચર્ચામાં રહે છે.  ક્યારેક તેની લવ લાઈફના કારણે તો ક્યારેક લકઝરી લાઈફસ્ટાઈલના કારણે.  ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેનને કારનો પણ ખૂબ શોખ છે.

કેએલ રાહુલની કારના કાફલામાં સૌથી મોંઘી કાર Audi R8 છે.  રિપોર્ટ અનુસાર, ભારતમાં Audi R8ની એકસ-શોરૂમ કિંમત ૨.૩૦ કરોડ થી૨.૭૨ કરોડ રૂપિયા સુધી જાય છે.  રાહુલે ૨૦૨૦માં BMW SUV ખરીદી હતી.  તેણે તેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.  તેણે કાળા રંગની કાર ખરીદી હતી.  તેમની કારની નંબર પ્લેટ પર "KLR" લખેલું છે.  રિપોર્ટ અનુસાર, BMW SUVની એકસ-શોરૂમ કિંમત લગભગ ૭૦ લાખ રૂપિયા છે.

 કેએલ રાહુલના કાર કલેકશનમાં રેન્જ રોવર વેલર પણ સામેલ છે.  આ વાહન લેન્ડ રોવરની લેટેસ્ટ ટેકનોલોજી અને ડિઝાઇનથી સજ્જ છે.  આ કાર ૨૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.  આ કારની કિંમત લગભગ ૮૩ લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેને તેના મિત્ર હાર્દિક પંડ્યાની જેમ મોંઘી ઘડિયાળોનો શોખીન છે. તેની પાસે ડે-ડેટ રોલેકસ (અંદાજે રૂ. ૨૭ લાખ), પનેરાઇ (રૂ. ૮ લાખ), ૧૮ કે રોઝ ગોલ્ડ સ્કાય-ડવેલર રોલેકસ (રૂ. ૩૮ લાખ) અને એડમર્સ પિગ્યુટ રોયલ ઓક (રૂ. ૧૯ લાખ)નો સમાવેશ થાય છે.

(3:53 pm IST)