Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

બીગ બેશમાં રમનાર પ્રથમ ભારતીય બનતો ઉન્મુકત ચંદ

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું

નવી દિલ્હી : તાજેતરમાં ભારતીય ક્રિકેટને અલવિદા કહેનાર ઉન્મુકત ચંદે ઓસ્ટ્રેલિયા જઇને નવો ઇતિહાસ રચ્યો છે. ટી-ર૦ લીગ બિગ બેશ લીગમાં કર્યાની સાથે લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. ર૮ વર્ષીય ખેલાડીને આ સિઝન માટે મેલબોર્ન રેનેગેડ્સે કરારબદ્ધ કર્યો છે. તેણે મેલબોર્નના ડોકલેન્ડ સ્ટેડિયમમાં હોબાર્ટ હરિકેન્સ સામે તેની ડેબ્યુ મેચ રમી હતી.

ઉન્મુકતે ગયા વર્ષે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે પછી તે અમેરિકા શિફટ થઇ ગયો અને તેણે અહીંથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ. આ સાથે જ તેને બિગ બેશ લીગમાં ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરોના કેપ્ટન એરોન ફિન્ચની આગેવાની હેઠળ મેલબોર્ન રેનેગેડ્સ રમવાની તક મળી જો કે, તે તેની પ્રથમ ઇનિંગ્સમાં વધુ કંઇ કરી શકયો ન હતો. અને ૮ બોલમાં માત્ર ૬ રન બનાવીને ડીપ મિડ-વિકેટ પર કેચ થયો હતો નેપાળના ક્રિકેટ સંદીપ લામિછાણેએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

(2:32 pm IST)