Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રિયલ મેડ્રીડ કલબના દિગ્ગજ ફ્રાન્સીસ્કો જેન્ટોએ ૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

૬વખત યુરોપીયન ૩૫ જીતેલો ૬૦૦ મેચમાં ૧૮૨ ગોલ ફટકારેલા

નવી દિલ્હીઃ રિયલ મેડ્રિડ ફૂટબોલ કલબના દિગ્ગજ ફ્રાન્સિસ્કો 'પેકો' જેન્ટોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેન્ટોએ ૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જેન્ટો પાસે તેના નામે ૨૩ ટ્રોફીનો કલબ રેકોર્ડ હતો, જે તેણે ૫૦ વર્ષથી વધુ સમય સુધી રાખ્યો હતો, પરંતુ રીઅલ કપ્તાન માર્સેલોએ સુપર કપ ટાઇટલ જીતીને તેના રેકોર્ડની બરાબરી કરી હતી.

ફૂટબોલના ઈતિહાસમાં પેકો જેન્ટો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ૬ વખત યુરોપિયન કપ જીત્યો છે. તેણે ૧૯૫૩ થી ૧૯૭૧ સુધી કલબનું પ્રતિનિધિત્વ કર્યું. રીઅલ મેડ્રિડ ખાતેની તેની ૧૮ સીઝનમાં, તેણે ૬ યુરોપિયન કપ ઉપરાંત ૧૨ લા લીગા, ૨ સ્પેનિશ કપ, ૧ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ, ૧ મીની વર્લ્ડ કપ અને ૨ લેટિન કપ જીત્યા. તેણે આ સમયગાળા દરમિયાન રિયલ મેડ્રિડ માટે ૬૦૦ મેચ રમી અને ૧૮૨ ગોલ કર્યા હતા.

(1:01 pm IST)