Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ૧૯૦૫થી દર વર્ષે રમાય છે

જાન્યુઆરીના પ્રથમ ત્રણ સપ્તાહમાં આયોજન : ઓસ્ટ્રેલિયન ઓપનમાં હજુ સુધી પુરુષ વર્ગમાં ઇમર્સન મહિલા વર્ગમાં માર્ગરેટ કોર્ટે સૌથી વધારે ટ્રોફી જીતી છે

મેલબોર્ન,તા.૧૯ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી.

ઓસ્ટ્રેલિયન ઓપન

સ્થાપના

:

૧૯૦૫

લોકેશન

:

મેલબોર્ન

સ્થળ

:

મેલબોર્ન પાર્ક

સરફેસ

:

રિબાઉન્ડ , પ્લેક્સી કસીન,

ઇનામી રકમ

:

૭૧૦૦૦૦૦૦ ડૉલર

પુરુષોનો ડ્રો

:

૧૨૮

વર્તમાન ચેમ્પિયન

:

નોવાક જોકોવિક

સૌથી વધુ ટાઈટલ

:

રોય ઇમર્સન (૬)

મહિલાઓમાં ડ્રો

:

૧૨૮

વર્તમાન ચેમ્પિયન

:

ઓસાકા

સૌથી વધુ ટાઈટલ

:

માર્ગરેટ કોર્ટ (૧૧)

(7:55 pm IST)