Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

શિખર ધવને રચ્યો ઇતિહાસ :વિરાટ બાદ સૌથી ઝડપી 4 હજાર રન બનાવ્યા

નવી દિલ્હી ;ટીમ ઇન્ડિયાના ધુંઆધાર બેટ્સમેન શિખર ધવને શ્રીલંકાની સીરીઝ દરમિયાન ઇતિહાસ રચ્યો છે. વિરાટને બાદ તેણે સૌથી વઘુ ઝડપે 4 હજાર રન બનાવ્યા છે. શ્રીલંકાની સીરીઝ સામેના ત્રીજા મેચમાં તેણે 85 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતાં.

શિખર ધવને 95 મેચમાં પોતાના 4 હજાર રન પુરા કર્યા છે. ૫હેલા વિરાટ કોહલીએ 93 મેચમાં ચાર હજાર રન પુરા કર્યા હતાં. વૈશ્વિક કક્ષાએ પાંચ રમતવીરોએ ધવન કરતા ઓછા મેચમાં ચાર હજાર રન પુરા કર્યા છે. ધવને અત્યાર સુધીમાં 12 સદી ફટકારી છે. ક્રિકેટરોમાં સદી ફટકારવાના મામલે તે પાંચમાં ક્રમે છે. સૌથી વધુ ઝડપે દક્ષિણ આફ્રીકાના ક્વિન્ટન ડી કોકએ 12 સદી ફટકારી છે. તેણે 74 મેચમાં 12 સદી ફટકારવાની સિદ્ઘિ હાંસલ કરી હતી.

(1:02 am IST)