Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ઇતિહાસ બનાવશે: અનિલ કુમ્બલે

નવી દિલ્હી: ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને આગામી સાઉથ આફ્રિકાના પ્રવાસમાં એ ઇતિહાસ રચી શકે છે.

ભારતીય ટીમ આવતા વર્ષે શરૂ થનારા સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ૩ ટેસ્ટ, ૬ વન-ડે અને ૩ વ્૨૦ મૅચ રમશે. મહાત્મા ગાંધી-નેલ્સન મન્ડેલા ટેસ્ટ સિરીઝની શરૂઆત કેપટાઉનમાં પાંચ જાન્યુઆરીથી થશે. ભારતીય ક્રિકેટ ટીમ ૨૮ ડિસેમ્બરે સાઉથ આફ્રિકા જવા રવાના થશે

કુંબલેએ બૅન્ગલોરમાં શનિવારે સ્પોર્ટ્સ રાઇટર્સ અસોસિએશન ઑફ બૅન્ગલોરના વાર્ષિક સમારોહ દરમ્યાન કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે વિરાટના નેતૃત્વમાં આ ટીમમાં ઇતિહાસ રચવાની પૂરેપૂરી ક્ષમતા છે. ક્રિકેટ-ટીમમાં કોચની ભૂમિકા વિશે તેણે કહ્યું હતું કેક્રિકેટમાં કોચે બહુ કહેવા કે કરવા જેવું હોતું નથી. ટીમે છેલ્લા એક વર્ષમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. એમાં સપોર્ટ ટીમનો ઘણો મહત્વનો ફાળો રહ્યો હતો. મને એક સારી સપોર્ટ ટીમ મળી હતી. એ બધાનો હું આભારી છું અને ટીમના તમામ ખેલાડીઓનો પણ.’

(8:57 pm IST)