Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

બ્રાજિલના દિગ્ગ્જ ફૂટબોલર કાકાએ કરી સન્યાસની જાહેરાત

નવી દિલ્હી: બ્રાજીલ ફૂટબોલ જગતના દિગ્ગ્જ કાકાએ 35 વર્ષની ઉંમરે ફૂટબોલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. 2002માં બ્રાજીલ સાથે ફિફા વિશ્વ કપ જીતનાર કાકાએ પોતાની અંતિમ મેચ ઓર્લેન્ડો સીટી સાથે રમી હતી.સમાચાર એજેન્સી સિન્હુઆની મહાતીત મુજબ એસી મિલાન અને રિયલ મેડ્રિડ ના પૂર્વ ખેલાડી કાકાએ સોશિયલ મીડિયા પર ફૂટબોલ જગતમાંહી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

કાકાએ સોશિયલ મીડિયા પર શેયર કરેલ પોસ્ટમાં લખ્યું કે આ મારી ઉમ્મીદ કરતા પણ વધુ છે. આભાર.હવે હું એક નવી સફર શરૂ કરવા માટે તૈયાર છું.બ્રાજિલની રાષ્ટ્રીય ટીમ માટે કાકાએ 95 મેચ રમી છે કાકા 2007નો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મેળ્યો છે.

(8:55 pm IST)