Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

વિરાટ કોહલી સામે ટક્કરથી બચવા ચૂપ રહેજો :સાઉથ આફ્રિકાના સુકાનીએ આપી ઓસ્ટ્રેલિયા ટીમને સલાહ

નવી દિલ્હી :સાઉથ આફ્રીકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે ભારત સામેની સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને સલાહ આપી છે. તેમણે ઓસ્ટ્રેલિયાની ટીમને કહ્યું કે જો તે વિરાટ કોહલી સાથેની ટક્કરથી બચવા માગતા હોય તો તેમની સામે ચુપ રહેજો.તેનાથી ઓસ્ટ્રેલિયાની ટીમને જ ફાયદો થશે.

   આ ઉપરાંત તેમણે તે વાતની પુષ્ટિ માટે પોતાની ટીમનું ઉદાહરણ પણ આપ્યું. ડુ પ્લેસિસે કહ્યં કે તેમની ટીમે આ વર્ષની શરૂઆતમાં રમાયેલી સીરીઝમાં કોહલીનો સામનો ચુપચાપ જ કર્યો હતો.

   તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા ખેલાડીઓ છે જેને ટકરાવ પસંદ છે. વિરાટ કોહલી પણ તેમાંથી એક છે. સાઉથ આફ્રીકાએ તે સીરીઝમાં ભારતને 2-1થી હરાવ્યું હતું પરંતુ કોહલીએ ત્રણ ટેસ્ટમાં 47.66ની સરેરાશથી 286 રન બનાવ્યાં હતાં.

  ડુપ્લેસીસે કહ્યું કે, દરેક ટીમમાં એવા એક-બે ખેલાડીઓ હોય છે જેની સામે રમતા પહેલાં વાત કરીએ છીએ. અમારી રણનિતી તેમની સામે ચુપ રહેવાની હોય છે

   તેમણે કહ્યું કે, કોહલી શાનદાર ખેલાડી છે. અમે તેમની સામે ચુપરહ્યા પરંતુ તેમણે તેમ છતાં રન બનાવ્યા પરંતુ વધુ નહી.

 

(5:07 pm IST)