Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

કોલકાતા ટેસ્ટ મેચમાં ભારત માત્ર ૧૭૨ રનમાં જ આઉટ

ત્રીજા દિવસે શ્રીલંકાના ચાર વિકેટે ૧૬૫ રન : ભારત તરફથી તમામ બેટ્સમેનો નિષ્ફળ રહેતા નિરાશા

કોલકાતા, તા. ૧૭ : કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ ભારતના પ્રથમ દાવમાં ૧૭૨ રન ઓલઆઉટના જવાબમાં ચાર વિકેટે ૧૬૫ રન કર્યા હતા. આજે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે કેપ્ટન દિનેશ ચાંડીમલ ૧૩ અને ડિકવિલ્લા ૧૪ રન સાથે રમતમાં હતા. તે પહેલા ભારતીય ટીમ આજે ૧૭૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી લકમલે ચાર વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં શરૂઆતના પ્રથમ બે દિવસ વરસાદના કારણે રમત બગડી હતી. બીજા દિવસે પણ વરસાદ વિલન બનતા સ્થિતિ જટિલ રહી હતી. ગઇકાલે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે ૭૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. આજે ત્રીજા દિવસે આગળ રમતા ભારતીય ટીમ ૧૭૨ રનમાં આઉટ થઇ ગઇ હતી. અત્રે નોંધનીય છે કે પ્રથમ દિવસે ખુબ ઓછી રમત શક્ય બન્યા બાદ ગઇકાલે બીજા દિવસે પણ ઓછી રમત શક્ય બની હતી.વરસાદના કારણે બીજા દિવસે પણ નિરાશાજનક સ્થિતિ રહી હતી. મોડેથી રમત શરૂ થઇ હતી અને ૧૧.૫ ઓવરની રમત જ શક્ય બની હતી.પ્રથમ દિવસે  ગુરુવારે વરસાદના પરિણામ સ્વરુપે માત્ર ૧૧.૫ ઓવરની રમત શક્ય બનતા ક્રિકેટ ચાહકો ભારે નિરાશ થયા હતા.  ભારત તરફથી કેએલ રાહુલ શૂન્ય, ધવન આઠ અને વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયા હતા.ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ ૫૨ રન કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે આઠ ટેસ્ટ મેચો જીતી છે. આઠ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૪ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. વિરાટ કોહલી શૂન્ય રનમાં આઉટ થતાં ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. આઈસીસી ટેસ્ટ રેંકિંગની વાત કરવામાં આવે તો ભારત નંબર વન પર અને શ્રીલંકા છઠ્ઠા ક્રમાંકે છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજુ ભારતમાં શ્રીલંકા સામે ૧૭ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૦ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની સાત ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. ભારતીય ટીમ હાલમાં ખુબ શાનદાર દેખાવ કરી રહી છે. બીજી બાજુ શ્રીલંકન ટમ પણ હાલમાં યુએઇમાં પાકિસ્તાન સામે સારો દેખાવ કરીને અહીં પહોંચી છે. આજે ત્રીજા દિવસ ની રમત પુરી થઈ ત્યારે શ્રીલંકા ટીમ ભારતના પ્રથમ દાવથી સાત રન પાછળ હતી. આ ટેસ્ટ મેચમાં વરસાદથી રમત બગડી હોવા છતાં ટેસ્ટ મેચમાં પરિણામ આવવાની શક્યતા હજુ પણ રહેલી છે. ટેસ્ટ રોચંક બની રહી છે.

સ્કોરબોર્ડ : કોલકાતા ટેસ્ટ

ભારત પ્રથમ દાવ :

કેએલ રાહુલ

કો. ડિકવિલા બો. લકમલ

૦૦

ધવન

બો. લકમલ

૦૮

પુજારા

બો. ગમાજ

૫૨

કોહલી

એલબી બો. લકમલ

૦૦

રહાણે

કો. ડિકવિલા બો. શનાકા

૦૪

અશ્વિન

કો. કરુણારત્ને  બો. શનાકા

૦૪

સહા

કો. મેથ્યુસ બો. પરેરા

૨૯

જાડેજા

એલબી  બો. પરેરા

૨૨

ભુનેશ્વર

કો. ડિકવિલા બો.લકમલ

૧૩

સામી

કો. સાંકા બો. ગમાજ

૨૪

ઉમેશ

અણનંમ

૦૬

વધારાના

 

૧૦

કુલ               (૫૯.૩ ઓવરમાં ઓલઆઉટ) ૧૭૨

પતન  : ૧-૦, ૨-૧૩, ૩-૧૭, ૪-૩૦, ૫-૫૦, ૬-૬૯-૬, ૭-૧૨૭, ૮-૧૨૮, ૯-૧૪૬, ૧૦-૧૭૨

બોલિંગ : લકમલ : ૧૯-૧૨-૨૬-૪, ગમાજે : ૧૭.૩-૫-૫૯-૨, શનાકા :૧૨-૪-૩૬-૨, કરુણારત્ને : ૨-૦-૧૭-૦, હેરાત : ૨-૦-૫-૦, પરેરા : ૭-૧-૧૯-૨

શ્રીલંકા પ્રથમ દાવ :

સમરવિક્રમા

કો. સહા બો. ભુવનેશ્વર

૨૩

કરુણારત્ને

એલબી બો.ભુવનેશ્વર

૦૮

થીરીમાને

કો,કોહલી બો. ઉમેશ

૫૧

મેથ્યુસ

કો. રાહુલ બો.ઉમેશ

૫૨

ચાંડીમલ

અણનમ

૧૩

દિખવિલ્લા

અણનમ

૧૪

વધારાના

 

૦૪

કુલ

(૪૫.૪ ઓવરમાં ૪ વિકેટે )

૧૬૫

પતન  : ૧-૨૯, ૨-૩૪, ૩-૧૩૩, ૪-૧૩૮

બોલિંગ : ભુવનેશ્વર : ૧૪.૪-૨-૪૯-૨, સામી : ૧૩.૫-૫-૫૩-૦, ઉમેશ :૧૩-૧-૫૦-૨, અશ્વિન : ૪-૦-૯-૦, કોહલી : ૦.૧-૦-૦-૦

 

(7:46 pm IST)