Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

આર્જેન્ટિના કોચ બનાવની મારાડોની ઈચ્છા

નવી દિલ્હી:આર્જેન્ટિનાના લેજન્ડ મારાડોનાએ ફરી આગામી વર્લ્ડકપમાં ટીમના કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. મેરાડોના કે જે ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનો કોચ હતો તેણે કહ્યું કે આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. તેઓ રશિયામાં રમાયેલી ફ્રેન્ડલી મેચમાં નાઈજીરિયા સામે -૪થી હારી ગયા હતા. હું ટીમને ફરી જુસ્સો પૂરો પાડી લડાયક બનાવવા માંગું છું. મેરાડોનાએ કહ્યું કે તે ખૂબ રોષ અનુભવે છે. આપણી પ્રતિષ્ઠા ઘસાતી જાય છે. મેરાડોના કહે છે કે તે મેનેજર કોચ તરીકે ૧૯૭૮માં આર્જેન્ટિનાને વર્લ્ડકપ જીતાડનાર ટીમના કોચ મેનોટ્ટી કે ૧૯૮૬ના વર્લ્ડ ચેમ્પિયન કોચ બિલાર્ડો કરતા ચઢિયાતો પૂરવાર થઈ શકે તેમ છે. આર્જેન્ટિના મેસીની મેજીકલ હેટ્રીકને લીધે વર્લ્ડકપમાં માંડ ક્વોલીફાય થઈ શક્યું છે. આર્જેન્ટિનાના હાલના કોચ જોર્ગ સામ્યાપોલી જૂનમાં ચાર્જ લીધા પછી આઠમાંથી ચાર મેચ જીતાડી શક્યા છે.

(5:23 pm IST)