Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

નેશનલ કુસ્તી ચેમ્પિયનશીપમાં ફોગાટ બહેનો જીત્યા ગોલ્ડ મેડલ

નવી દિલ્હી:વિનસ ફોગાટ, ઋતુ ફોગાટે નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપના પ્રારંભે પોતપોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધા છે. મહિલા કુસ્તીના પ્રથમ દિવસે મહિલાઓમાં બે વર્ગની કુસ્તી લડાઈ બન્નેમાં ફોગાટ બહેનો ચેમ્પિયન બની છે. 
રેલવે તરફથી રમી રહેલ વિનસે મહિલાઓ માટેના ૫૫ કિલોગ્રામ વર્ગમાં હરીયાણાની મનીષાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. વિનસની નાની બહેન ઋતુએ મહિલાઓ માટેના ૫૦ કિલોગ્રામ વર્ગમાં નિર્મલાને હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. 
રાષ્ટ્રીય મહિલા ટીમના કોચ કુલદીપ મલિકના જણાવ્યા મુજબ બન્ને ફોગાટ બહેનોએ ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે અને પોતાની હરીફને ખૂબ સરળતાથી હરાવી છે. ઉપરાંત પુરુષ વિભાગમાં ગ્રીકો રોમન વર્ગમાં પંજાબના હરપ્રિતસિંહે ૮૨ કિલોગ્રામ વર્ગમાં રેલવેના અમરનાથ યાદવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

 

(5:23 pm IST)