Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

સલમાન - કેટરિનાના ડાન્સ સાથે ISL-4 નો ધમાકેદાર પ્રારંભ

ગઈકાલે કોચીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં ISLની ચોથી સીઝનનો રંગારંગ પ્રારંભ થયો હતો. સલમાન ખાન અને કેટરીના કૈફે શાનદાર પર્ફોર્મન્સ આપી ત્યાં હાજર ૪૦,૦૦૦ કરતાં વધુ દર્શકોનું મનોરંજન કર્યું હતું. કેટરિનાએ 'ધૂમ મચા દે', 'શીલા કી જવાની', 'કાલા ચશ્મા' જેવાં ગીતો પર તો સલામને 'બેબી કો બેઝ પસંદ હૈ', 'જુમ્મે કી રાત હે' જેવાં ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો હતો. એટલેટિકો ડી કોલકત્તા અને કેરાલા બ્લાસ્ટર્સ વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચ ૦-૦થી ડ્રો રહી હતી.

(4:01 pm IST)