Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

ચાઇના ઓપન બેડમિંટન : પી.વી. સિંધુ ચીનની ટીનએજર સામે હારતા અપસેટ

ટુર્નામેન્ટમાં હવે એક પણ ભારતીય ખેલાડી નથી : પી.વી. સિંધુનો ૨૧-૧૧, ૨૧-૧૦થી પરાજય

ગઇકાલે વિમેન્સમાં સાયના નેહવાલ અને મેન્સમાં પ્રણોય હારી જઈને ચાઈના ઓપન સુપર બેડમિંટનમાંથી બહાર નીકળી ગયા હતા હવે ભારતની પી.વી. સિંધુ પણ આજે પરાસ્ત થાત. ભારતનો કોઈ ખેલાડી હવે સ્પર્ધામાં ટક્યો નથી. ટોપ સીડ મેન્સ ખેલાડી કિદામ્બી શ્રીકાંત ઇજાને લીધે ટુર્નામેન્ટમાં ભાગ નથી લઈ રહ્યો.

પી.વી. સિંધુની હાર આંચકાજનક રહી કેમકે ચીનની સાવ અજાણી એવી ટીનએજર ફાન્ગીજે સામે તેનો પરાજય થયો છે. પી.વી. સિંધુ વર્લ્ડ નંબર બે ખેલાડી છે. સિંધુની ક્વાર્ટર ફાઈનલની હાર તેની કારકિર્દીનો સૌથી મોટો અપસેટ કહી શકાય.

ફાન્ગીજેએ પી.વી. સિંધુને માત્ર ૩૮ મિનિટની રમતમાં ૨૧-૧૧, ૨૧-૧૦થી હરાવી હતી તે બીજુ આશ્ચર્ય હતું. ૨૨ વર્ષીય સિંધુ ડેન્માર્ક ઓપન, ફ્રેન્ચ ઓપન અને તે પછી નેશનલ ચેમ્પિયનશીપ જેવી ત્રણ ટુર્નામેન્ટ ઉપરાછાપરી રમીને થાકી ગઈ હોય તેમ લાગ્યું. પ્રથમ ગેમમાં ફાન્ગીજેએ આખરી આખરી ૧૨માંથી ૧૦ પોઇન્ટ મેળવ્યા હતા. બીજી ગેમમાં પણ સિંધુ -૧૧થી પાછળ થઇ તે પછી તેણે જાણે હાર સ્વીકારી લીધી હોય તેમ રમતી હતી. સિંધુ અને ભારતના શ્રીકાંત, સાયના, પ્રણોય જેવા ખેલાડીઓ હવે પછી હોંગકોંગ ઓમાનમાં આવતા અઠવાડિયે રમશે. ગયા વર્ષે સિંધુ હોંગકોંગ ઓપનની ફાઈનલમાં પહોંચી હતી.

 

(9:02 am IST)