Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચીન ડિફેન્ડિંગ વિશ્વ ચેમ્પિયન પી.વી. સિંધુએ પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા લી શુએરૂઇ વિરૂદ્ધ આસાન જીત સાથે પ્રિ-કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

ચાંગ્ઝૂ (ચીન): ડિફેન્ડિંગ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ બુધવારે અહીં પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા લી શુએરૂઈ વિરુદ્ધ આસાન જીતની સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા વનાવી, પરંતુ સાઇના નેહવાલ મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારની સાથે ચીન ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ભારતની ટોપ બેડમિન્ટન ખેલાડીએ માત્ર 34 મિનિટમાં લી શુએરૂઈને 21-18, 21-12થી પરાજય આપ્યો હતો.

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુએ વિશ્વની 20મા નંબરની ખેલાડી લી શુએરુઈને હરાવવામાં વધુ મહેનત ન કરવી પડી. લી શુએરુઈ વિરુદ્ધ સિંધુની આ ચોથી જીત છે જ્યારે ત્રણ મેચોમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ વિશ્વની 19મા નંબરની ખેલાડી થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન વિરુદ્ધ 44 મિટિન સુધી ચાલેલા મુકાબલામાં  10-21, 17-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.

વિશ્વની પૂર્વ નંબર એક ખેલાડી સાઇનાની થાઈલેન્ડની ખેલાડી વિરુદ્ધ આ સતત બીજો પરાજય છે. ઈજા બાદ વાપસી કરી રહેલી 29 વર્ષની સાઇના ફોર્મ હાસિલ કરવા માટે જજૂમી રહી છે. ભારતીય ખેલાડીએ સત્રની શરૂઆત ઈન્ડોનેશિયા ઓપનમાં જીતની સાથે કરી, પરંતુ ત્યારબાદ તે બાકી સત્રમાં બીડબ્લ્યૂએફ સર્કિટ પર કોઈ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી.

પુરૂષ સિંગલ્સમાં બી સાઈ પ્રણીતે થાઈલેન્ડના સુપાન્યુ અવિહિંગસેનોનને મુશ્કેલ મુકાબલામાં  21-19, 21-23, 21-14થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્રણવ જૈરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની ડબલ્સની જોડીએ જર્મનીના માર્ક લૈમ્સફસ અને ઇસાબેલ હર્ટરિચની જોડી વિરુદ્ધ 12-21, 21-23થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

(4:46 pm IST)