Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

એશિયા કપ-2018 :ભારત-પાકિસ્તાનની મેચની ટીકીટનો ભાવ લાખોમાં પહોંચ્યો

 

એશિયા કપ 2018માં બુધવારે બે કટ્ટર હરીફ ટીમ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થનાર છે. ત્યારે બંન્ને દેશના ક્રિકેટપ્રેમીઓમાં મેચની ટિકીટો લેવા હોડ લાગી છે. ટિકીટોની માંગને લઈ ટિકીટોના દરમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. પીટીઆઇ અનુસાર, ભારત-પાકિસ્તાનની મેચની ટિકીટની કિંમત લાખોમાં પહોંચી ગઇ છે. એક લગ્ઝરી સીટની કિંમત 1.15 લાખ રૂપિયા છે.

(9:59 pm IST)