Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ટોક્યો પેરાલિમ્પિક્સ માટે ભારતીય ખેલાડીઓની પ્રથમ ટીમ રવાના

નવી દિલ્હી: ભારતના ધ્વજવાહક મરિયપ્પન થંગાવેલુ સહિત ભારતીય ખેલાડીઓની પ્રથમ ટુકડી બુધવારે ટોક્યો પેરાલિમ્પિક્સ માટે રવાના થઈ હતી. આઠ સભ્યોની ટુકડીને વિદાય આપવા માટે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાજર હતા. મરીયપ્પન ઉપરાંત ટેક ચંદ અને વિનોદ કુમારને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

(5:27 pm IST)