Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ભારતીય ક્રિકેટર ધોનીએ લેહમાં પણ બાળકો સાથે ક્રિકેટમાં સટાસટી બોલાવીઃ સોશ્‍યલ મિડીયામાં ફોટો પણ વાયરલ કર્યો, ધોનીના ચાહકો ખુશખુશાલ­

લેહઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મૂ-કાશ્મીરમાં પોતાની બે સપ્તાહની ટ્રેનિંગ પૂરી કરી લીધી છે. આ વચ્ચે બાળકો સાથે બાસ્કેટબોલ કોર્ટ પર ક્રિકેટ રમતી તેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

38 વર્ષીય ધોનીએ એક્ટિવ ક્રિકેટમાથી બે મહિનાનો બ્રેક લીધો છે. તેણે વિશ્વકપમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ક્રિકેટમાથી બ્રેક લીધો અને કાશ્મીરમાં પોતાની રેજિમેન્ટને સેવા આપવા માટે પહોંચી ગયો હતો.

ધોની ટેરોટોરિયલ આર્મી- 106 ટીએ બટાલિયન (પેરા)ની સાથે જમ્મૂ અને કાશ્મીરમાં 30 જુલાઈએ જોડાયો હતો. તેણે બે સપ્તાહ સુધી બટાલિયનની સાથે ટ્રેનિંગ કરી હતી.

(1:22 pm IST)