Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

આર્ચરીમાં દીપિકા કુમારીએ જીત્યો સિલ્વર મેડલ

મેં મારી ટેકનીકમાં ફેરફાર કર્યા એટલે મારા સ્કોરમાં ફેરફાર થયા

ટોકયો : ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિક ગેમ્સ માં કવોલીફાઈ થવા માટે ટેસ્ટ ઇવેન્ટમાં ભારતની દીપિકા કુમારીએ આર્ચરી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો, જયારે ગોલ્ડ મેડલ જીતવામાં કોરિયાની ઇન સેન બાજી મારી હતી. સેન અને દીપિકા વચ્ચે ચાલેલી સ્પર્ધા રોમાંચક રહી હતી અને બન્ને પ્લેયર વચ્ચે ટકા કોમ્પિટિશન જોવા મળી હતી.

કોરિયન પ્લેયર સામે ફાઈનલમાં હારી ગયા બાદ ૨૫ વર્ષની દીપિકા કુમારીએ કહ્યું, હું બધું બરાબર જ કરી રહી હતી, પણ ફાઇનલમાં હું જોઈએ એવું પરફોર્મ ન કરી શકી. હાલમાં મેં મારી ટેકિનકસ માં ફેરફાર કર્યા છે જેના કારણે મારા સ્કોર અલગ થયા છે. હું અહીં ઘણું બધું શીખી છું. હું ચોક્કસ મારી ગેમ માં સુધારો લાવીશ. હું જયારે પણ મેચ હારું છું ત્યારે શૂટિંગ ભૂલી જાઉં છું. મારે એના પર હજી કામ કરવાનું છે.

આગામી ઓલિમ્પિક માટે હજુ ભારતીય વિમેન્સ ટીમ કવોલીફાઈ થવાની બાકી છે, પણ દીપિકાનું કહેવું છે કે જો આપણે આવું જ સારું પરફોર્મ કરતાં રહીશું તો જરૂર કવોલિફાઈ થશું. જૂન ૨૦૧૮માં સોલ્ટ લક સિટીમાં થયેલા વર્લ્ડ કપ બાદ દીપિકા આ પહેલી વ્યકિતગત ઇવેન્ટ છે.

(1:12 pm IST)