Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગોલ્ડમેડાલીસ્ટ હિમા દાસને આર્થિક મદદ મળવી જોઈએઃ વિજેન્દર

ભારતના પહેલા પ્રોફેશ્નલ બોકસર વિજેન્દરસિંહે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી હિમા દાસના વખાણ કરતાં કહ્યું કે આસામની આ રનરને કરીઅરમાં આગળ વધવા આર્થિક મદદ મળવી જોઈએ. હિમા દાસ ગયા વર્લ્ડ અન્ડર-૨૦ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય રનર બની હતી. તેણે ફકત ૫૧.૪૬ સેકન્ડમાં આ રેસ જીતી હતી. કલકત્તામાં ન્યુ ટાઉન સ્કુલમાં આયોજીત એક સમારોહમાં વિજેન્દરે મીડીયાને જણાવ્યુ કે હિમા જરૂરીયાતમંદ પરીવારમાંથી આવે છે. તેને આર્થિક મદદ કરીઅરમાં ઘણી લાભદાયી નિવડશે. હિમાનો પરિવાર આસામના નૌગામ જિલ્લાના ઢીંગ ગામમાં રહે છે. તેના પિતા ગામમાં ચોખાની ખેતી કરે છે. હિમા પાંચ ભાઈ - બહેનોમાં સૌથી નાની છે.

(3:55 pm IST)