Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વન-ડેમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવનાર અને રપ૦ વિકેટ લેનાર ક્રિકેટર બન્યા બાંગ્લાદેશના શાકિબ

બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકિબ અલહસન વનડે ક્રિકેટ ઇતિહાસમા સૌથી ઝડપી ૬૦૦૦ રન અને રપ૦ વિકેટનો ડબલ પુરા કરવાવાળા ખેલાડી બન્યા છે. આવુ કરનારા સનથ જયસૂર્યા, જેક કાલિસ  અને શાહિદ અફ્રીદી પછી શાકિબ ચોથા ક્રિકેટર છે.  સાથે જ તમિમ ઇકબાલ પછી ૬૦૦૦ વનડે મા રન બનાવનાર શાકિબ ફકત બીજા બાંગ્લાદેશી બન્યા છે.

(11:26 pm IST)
  • સુરતમાં હોટલના માલીકની મોટી બેદરકારીના કારણે બે કર્મચારીના મોતઃ હોટલની અગાસી ઉપર બનાવેલા રૂમ પરથી નીચે ઉતરતા સમયે ચાર કર્મચારીઓને કરંટ લાગ્યોઃ બે કર્મચારીના મોતઃ એકની હાલત ગંભીર, સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડયા access_time 11:28 am IST

  • વહેલી સવારે ૩.૪૯ કલાકેઃ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ૪.૯ રીકટર સ્કેલના જોરદાર આંચકાઃ કેન્દ્ર આંદામાન ટાપુઓઃ અહીં અવારનવાર ભૂકંપના ઝાટકા આવતા રહે છેઃ લોકો ભર નિંદરમાં હતા ત્યારે વહેલી સવારે આંચકા આવતા બેબાકળા બની ભાગવા લાગેલ, કોઈ જાનહાની નથીઃ આ પહેલા નિકોબાર ટાપુઓમાં ૪.૭ રીકટર સ્કેલના આંચકા આવેલ access_time 11:28 am IST

  • ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં સુનાવણી : સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ રહી છે. access_time 1:04 pm IST