Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રોહિતને રનઆઉટ કર્યો હોત તો પરિણામ અલગ હોત : સરફરાઝ

ત્રણેય ફોર્મેટમાં અમારૂ ખરાબ પ્રદર્શન

મેન્ચેસ્ટર : વર્લ્ડકપમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદ ભારતીય ટીમના વખાણ કર્યાં છે. સરફરાઝ કહ્યું કે જે ટીમ દબાણ ને ઝીલી લે છે એ જ મેચ જીતે છે. ૯૦ના દશકાની પાકિસ્તાન ટીમ આવું કરવામાં અવ્વલ હતી, પરંતુ હવે ભારતીય ટીમ તમારા કરતાં સારી છે. સાથે જ ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે સરફરાઝ મંચ-દરમ્યાન અસમંજસમાં હતા. તેઓ અને પાકિસ્તાની ટીમ વિચાર ની શકિત ખોઈ બેઠા હતાં.

સરફરાઝ કહ્યું કે અમારી ટીમ ત્રણેય ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને એ જ અમારી હાર નું કારણ હતું. મેચ પહેલા જ વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કર્યું હતું કે પાકિસ્તાન ટીમ જો ટોસ  જીતે તો એણે પહેલા બેટીંગ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત તેમણે ટવિટર પર અન્ય ઘણા સૂચનો પણ કર્યા હતાં. જો કે સરફરાઝ પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

(1:07 pm IST)